Wednesday, 11 May 2016

વિદ્યાર્થીનીઓ / વિદ્યાર્થીઓની લડત તમારૂ આર્થિક યોગદાન જંખે છે...

અમરેલીમાં અનુ. જાતિની છાત્રાઓ માટે હોસ્ટેલ બનાવવાની માંગ સાથે ૧૦ દિનથી આંદોલન ચાલે છે. વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ કોલેજથી નજીક હોય તે છાત્રાઓની પહેલી જરૂરિયાત છે, હોસ્ટેલ માટે જમીન નથી ફાળવી એટલે જર્જરિત મકાનમાં અનેક તકલીફો બાળાઓ વેઠી રહી છે, બાળાઓની માંગણી છે કે કોલેજો નજીક જમીન ફાળવવામાં આવે પરંતુ સરકારી તંત્ર વિરોધમાં છે, અન્ય માટે જમીન ફાળવી  છે પણ દલિત વિદ્યાર્થીનીઓ માટે તંત્રને જમીન દેખાતી નથી, અગાવ  4 કી.મી.  દુર ડો. આંબેડકર બોયસ હોસ્ટેલ બાંધી સરકારી તંત્રે દલિતો પ્રત્યેની હીન ભાવના છતી કરી છે. તે સમયે આપણે કોલેજોની નજીક જમીન મેળવવા નિષ્ફળ  રહ્યા, ચાલીને કે સાયકલથી  10 કી. મી. પેટબળ કરી જતા બાળકોને જોય જીવ કકળે છે, આવી પીડા બાળાઓને વેઠવી ન પડે તે માટે કોલેજોની નજીક હોસ્ટેલ માટે જમીન કલેક્ટર ફાળવે તે જરૂરી છે, ગર્લ્સ / બોયઝ હોસ્ટેલના પ્રશ્નો હાલ કરવાણી માંગણી સાથે ધીરુભાઈ ખીટોલીયા  છેલ્લા 10 દિવસથી કલેકટર ઓફીસ સામે ધરણા પર છે, હું પણ 2 દિવસ તેમની સાથે બેઠેલો, પછી, સમાજ કલ્યાણ નિયામકશ્રીને ગાંધીનગર હું રૂબરૂ જાય માંગણી પત્ર પણ આપ્યો છે, ગર્લ્સ હોસ્ટેલ માટે કોલેજની નજીક જમીન ફાળવે અને હોસ્ટેલ બનાવવામાં આવે તથા ડો. આંબેડકર હોસ્ટેલ કોલેજ નજીક લાવવામાં આવે તે આપણી મુખ્ય માંગણી છે, આંદોલનના ૧૦ દિવસ છતાં કોયના પેટનું પાણી હાલતું નથી એટલે વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓના હક્ક માટે કાનૂની લડત ણી જરૂઝ છે, આ સંઘર્ષમાં દરેકે આર્થિક સહયોગ એવું સમજીને આપવો જોઈએ કે ભવિષ્યમાં મારી કે મારા પરિવારની દીકરી હોસ્ટેલમાં એડમીશન લેશે, મારા આર્થિક યોગદાનથી મારી ભાવી પેઢી શિક્ષણ લઈ તૈયાર  થશે,, 
વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓના હક્કની લડત કઈ રીતે લડીશું  ? ? ?
(1) કોલેજોની નજીકની જમીનોના દસ્તાવેજો એકત્ર કરવા (2) કોલેજોની નજીક જેમને કલેકટરે જમીનો ફાળવી છે તે ફાઈલો કઢાવવી (3) વિદ્યાર્થીનીઓ, આપણા સમાજના આગેવાનો, વાલીઓ દ્રારા સરકારમાં લેખિત રજુઆતો કરવી (4) ધારાસભ્યો, સંસદ સભ્ય દ્રારા લેખિત રજૂઆત કરાવવી (6) જવાબદાર અધિકારીઓને કાનૂની નોટીસો આપવી (7) જીલ્લા અદાલત કે હાયકોર્ટમાં કાનૂની લડત કરવી (8) વિદ્યાર્થીઓ/ વાલીઓનું સંમેલન બોલાવવું
આર્થીક આયોજન : - 
       સમર્પિત લોકો લડત માટે યોગદાન આપે તેવી દરેક સમક્ષ વિનંતી છે, આર્થિક યોગદાન આપનારનું નામ અને યોગદાન રકમ ઓનલાયન  મુકાશે,, ખર્ચની વિગત ઓન લાયન મુકીશું.
સંચાલન અને નિર્ણય પ્રક્રિયા :- 
       દાતાઓ સમગ્ર નિર્ણય લેવાની પ્રકિયામાં જોડાશે અને કારોબારી કમિટીની રચના કરશે, રાજકીય પક્ષમાં હોદો ધરાવતા આગેવાનો આમત્રિત મહેમાનો રહેશ પણ નિર્ણય લેવાની પ્રકિયામાં ભાગ લય શકશે નહિ...
અત્યાર સુધી થયેલ કાર્યવાહી ;- 
1) 02/05/16 થી કલેકટર  કચેરી અમરેલી સમક્ષ વાલીઓ, બાળાઓ, આગેવાનો ધારણા પર.
2) સીટી પોલીસ સ્ટેશન  અમરેલીમાં ગર્લ્સ હોસ્ટેલ વોર્ડન વિરુધ્ધ ધીરુભાઈ તથા આગેવાનો દ્રારા ફરિયાદ
3) અરવિંદ ખુમાણ દ્રારા નિયામકશ્રી, સમાજ  કલ્યાણ વિભાગ ગાંધીનગરમાં રૂબરૂ મૌખિક, લેખિત રજૂઆત,
૪ ) બાળાઓને હેરાન કરનાર યુવક પર એફ. આઈ. આર. દાખલ કરાવી,
૫) અમરેલી એક્ષપ્રેસ, અવધમાં પ્રેસ આઉટ... 
        આ અભિયાનમાં આર્થિક મદદ - મંચમાં જોડાવા સંપર્ક કરો, અથવા કોમેન્ટમાં તમારો સંપર્ક નંબર     લાખો,, અરવિંદ ખુમાણ,  સંયોજક, ગર્લ્સ / બોયઝ હોસ્ટેલ કાનૂની લડત મંચ - અમરેલી ૮૧૨૮૩૨૧૨૯૧ 


1 comment:

  1. Good...agree with you & I will support to you 9427556948 Rameshbabariya12345@gmail.com

    ReplyDelete